STORYMIRROR

Dipal Upadhyay

Others

4  

Dipal Upadhyay

Others

લાગણી તોલાઇ ગઇ

લાગણી તોલાઇ ગઇ

1 min
26.4K


વાત નાંની છે  છતાં  પણ  લોકમાં ચર્ચાઇ ગઇ,
લાગણી મારી અચાનક હ્રદય માં ખોળાઇ ગઇ.

વાટ કોડીયા મહીંની સ્હેજ સરખી જ્યાં કરી,
દિપ તણી જૂઓ હ્રદયમાં રોશની પથરાઈ ગઇ .

એમની કાતિલ નજરથી આગ જે સળગી હતી,
લાગણી યુધ્ધે ચડી તો રાખ થઇ ઓલાઈ ગઇ .

આ બધું કોને કહું હું,માનશે ના કોઇ પણ
આગમન તારુ થયું ને ચાંદની ઢોળાઇ ગઇ .

જિંદગી  " ફોરમ "બનીને બે ઘડી મ્હેંકી ઉઠી,
ને પછી તો  પ્રેમકાંટે   લાગણી   તોલાઇ  ગઇ


Rate this content
Log in