લાગણી ભાઈ બહેનની
લાગણી ભાઈ બહેનની

1 min

110
લાગણી ભાઈ બહેનની નિર્મળ છે,
આંખોમાં સ્નેહની લહેર વહે છે.
રક્ષાબંધનનો અનોખો તહેવાર છે,
લાગણી સાથે રક્ષાનો વહેવાર છે.
અંતરની ભાવનાઓ પવિત્ર છે,
સંબંધમાં નિર્મળ પ્રેમ પવિત્ર છે.
લાગણી ભાઈ બહેનની એક છે,
જીવન સફરમાં એ સહારો છે.
આસાન જીવતરનો આ રસ્તો છે,
જો ભાઈ બહેન એકમેકની સાથે છે.
આ રક્ષાબંધનનો તહેવાર સૂચક છે,
ભાઈ બહેનનાં પવિત્ર સંબંધનો સાક્ષી છે.