ક્ષણ
ક્ષણ
1 min
7.1K
કોઈ પણ ક્ષણને
હું પકડી ના શકી
આજ ક્ષણ સુધી
યાદોને વાગોળી
વાગોળી નીચોવી
પણ એ યાદો મારું
વળગણ બની ગયું.
આજ પણ એ યાદો
મારી હરદમ સાથ
રાત દિવસ મારી
સાથ સરગમ બની
એ યાદો ને એકાંતની
પૂંજી બનાવી.
દિલને એક ખૂણે યાદ
ને યાદમાં છૂપાવી
જીંદગીની સરવાણી
પ્રેમની યાદના વમળોમાં
વણાતી ગૂંથાતી ભિતર
સમાઈ ગઈ.
લઈ જઈશ
સાથ તારી યાદોના સિંદૂર
ને સેંથામાં પૂરી જન્મો
જનમાંતર તારી બનીને.