કર્મની ભીતરે પડેલો અાનંદ
કર્મની ભીતરે પડેલો અાનંદ
ગામથી શહેરની આવન જાવન,
હા દરરોજની અાવનજાવન
થકવી નાખનારી તો છે જ,
અને રાત્રે ઘરે પહોંચતા જોવા મળે છે શેરીના કૂતરા,
જે નિરાંતે નિંદર માણી રહ્યાં હોય છે.
કેટલાક યુવાનો બાંકડે બેઠા બેઠા વાતો કરી રહ્યાં હોય છે,
અાવું છેલ્લા કેટલાક વર્ષોથી રુટીન બની ગયું છે.
અેનું મન ચકરાવે ચડે છે,
થાય છે કે છોડી દે નોકરી અને રહેવા લાગે ઘરે,
પણ જવાબદારી શબ્દ અેને અટકાવે છે.
અેના મષ્તીષ્કમાં નવું જોમ પૂરે છે,
અે ઘરમાં પ્રવેશે છે, સ્નાન કરે છે ને જમવા બેસે છે.
અેક અેવી નિરાંત અનુભવે છે કે -
જેને શબ્દમાં વ્યક્ત કરવી વ્યર્થ લાગે,
અેક અાનંદ અનુભવતો અે સૂઇ જાય છે.
અેક સંતોષની લાગણી અેના સમગ્ર અસ્તીત્વમાં -
વ્યાપી વળે છે.
