કોરી હું અને કોરો તું
કોરી હું અને કોરો તું
1 min
13.9K
મારા શબ્દો જ્યારે પંખીઓ
ના મીઠાં ગીત બની જાય
મારો કંઠ જ્યારે વરસાદના
ગીતવા બની જાય
ત્યારે તું આવજે મારી પાસ
હૈયાધારણ લઈને આવજે મારી પાસ
પર્ણ પર્ણથી ટીપાં ટપ ટપ ટપકે
ઝાડ ઝાડ ઊભા નિતરે
ધરતી પર હરિયાળી ચિતરે
વાદળની કોરેથી વરસતી ધારે
રંગ રંગના રેલા ઉતરે
કોરી હું અને કોરો તું
મને ભિંજવે તને ભિંજવે
ત્યારે તું આવજે મારી પાસ

