કોને કહું ?
કોને કહું ?
1 min
322
પાંપણનાં પલકારામાં
આજ કોઈની યાદ
સમાઈ ગઈ.....
કોને કહું ?
આજ મારું આંગણું
સૂનું સૂનું લાગે
કોને કહું..?
મારે ટોડલે બોલે
મીઠો મોરલો ટેહૂં ટેહૂં....
કોને કહું..?
એના મીઠાં મધુર
બોલે નાચે ઢેલડી
કોને કહું....?
પડઘાય છે મીઠાં
બોલ મારા સાજનનાં
કોને કહું...?
આવ્યો અહૂરો
સમી સાંજે
કોને કહું..?