કોમળ
કોમળ
1 min
503
કોમળ હદયના નાજુક ભાવ જાણી લેજો, બીજું શું,
દંભી દુનિયાને ઓળખી લેજો, બીજું શું.
ભાવના સભર ભાવ સમજી લેજો, બીજું શું,
કોમળ મનને ઓળખી લેજો બીજું શું.
વિશ્વાસ કરો, દગો ક્યારે નહિ આપું,
હૈયાના નીકળતા ભાવ સમજી લેજો, બીજું શું.
કોમળ છું કમજોરના કહેશો,
આભને આંબવાની હામ છે સમજી લેજો, બીજું શું.
સમોવડી બનવુ નથી કોમળ નારી રહેવું છે,
અન્યાય સામે બંડ પોકારીશ એ સમજી લેજો, બીજું શું.
