STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કમાલ

કમાલ

1 min
23

જુઓ જુઓ આ દુનિયામાં કેવી કમાલ છે,

જ્યાં જુઓ ત્યાં બધે નાની મોટી ધમાલ છે.


રામ જેવા રામે જઈ વને વાસો દીધો,

સાધુ વેશે સીતા હરી દૈત્યે દગો દીધો.


પાંડવ જેવા પાંડવ એ વન વન ભટકયા,

પ્રારબ્ધનાં પકડમાંથી એ ય નથી છટકયા.


દમયંતી ને નળને દુઃખ પડ્યું નથી થોડું,

અંગે નહોતું વસ્ત્ર અને પગે નહોતું જોડું.


ભાવના લલાટમાં લખ્યું નહીં મટશે,

વધાર્યું નહીં વધું અને ઘટાડ્યું નહીં ઘટશે.


અવનવી ઘટનાઓની આ કમાલ કેવી છે,

સમજ્યાં કોઈ નહીં એવી આ ધમાલ છે.


Rate this content
Log in