કલમનો અગ્નિ
કલમનો અગ્નિ
1 min
27
આમ કશુંય કહેવું નથી કલમના અગ્નિ વિષે,
તમે કહો તો કરું વાત અંધકાર વિષે,
ન કોઈ કલમથી સપનાં સાકાર થયાં,
કે નથી કલમથી કોઈનાં અરમાનો પૂરાં થયાં,
સતત થતા રહ્યા સાહિત્ય જગતમાં ઉલ્લેખો,
ને વાત ચાલી આમ કલમના અગ્નિ વિષે,
બિચારા રચનાકારો કશું બોલતા નથી ને છતાં,
સાહિત્ય જગત ઝઘડે છે આપસમાં વાડા વિષે,
તાજા છે શબ્દોના સર્વ ઘા આ સાહિત્ય જગતનાં,
શું કહેવું ટપકતા કલમના અગ્નિ વિષે,
ભાવના આ જોઈને હૈયું રડે છે,
ને કલમનો અગ્નિ ભડભડ બળે છે.
