STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

કલમની કરામતે

કલમની કરામતે

1 min
28.8K


સમયથી પર રહ્યો છેતરાતો ગયો

મને એ રીતે હું ઓળખતો ગયો


સમજણને થપ્પડોથી ઉટકતો ગયો

ને અંદરના વાસણને માઝતો ગયો


સમયને સમજતાં આવડ્યું ત્યારથી

નિર્દોષપણું છોડી મને છેતરતો ગયો


જન્મથી મરણ સુધીની સફર મળી

તો હું અહી ઘાટે ઘાટે ઘડાતો ગયો


પહેલેથી ક્યાં ખબર હતી પરખની

સમય સાથે સમયથી પરખાતો ગયો


લેખ લખતો રહ્યો હયાતી અખબારનો

કલમની કરામતે શાહીને સમજતો ગયો


Rate this content
Log in