કલમના કિરદાર
કલમના કિરદાર
1 min
25.4K
કલમની સ્યાહીએ કંડાર્યા કિરદારને
તુષાર-સૌરભના સર્જકને જરા વિચારને,
પ્રકાશ છે અપંગ અંધકાર છે અંધ
બેઉ બેકરાર ઓપ આપે ચિતારને,
ઉન્માદના એક અંશની મોહક નજર
રંગભરી છલકાવે પ્રેમ આલમના દિદારને,
શબ્દબની કવિતારૂપે અંતરમનના દ્રારે
રાગ મલ્હાર છેડી ઝંખનાઓ ઝંકાર સિતારને,
જીવન દેહના સત્વના ઊંડાણ માપવા
અરેરે ! ભીતરમાં ભરેલ તૃષ્ણાઓ મિટાવને !
