ખરતો તારો
ખરતો તારો
તારો ખરતો જોયો છે મેં
તારો ખરતો જોયો છે.
ધીરે ધીરે આવતો નીચે જોયો છે
મેં તારો ખરતો જોયો છે.
માનવની તો જબરી માયા
મેં જોઈ છે ઘસાતી કાયા.
માનવ મરતો જોયો છે
મેં તારો ખરતો જોયો છે.
ખોટા દેખાડા કરતો માનવ
કરજ લઈને ફરતો માનવ.
માનવ મરતો જોયો છે
મેં તારો ખરતો જોયો છે.
કરે ઢસરડા હાંફતો માનવ
ફરે ઉચાટમાં કાંપતો માનવ.
માનવ મરતો જોયો છે
મેં તારો ખરતો જોયો છે.
દોડાદોડી કરતો માનવ
ધમપછાડા કરતો માનવ.
માનવ મરતો જોયો છે
મેં તારો ખરતો જોયો છે.
'સહજ' નથી જીવવું આ જગમાં
કરજ કેમ ઉતારવું મુંઝાવું મનમાં.
માનવ મરતો જોયો છે
મેં તારો ખરતો જોયો છે.
