ખોવાઈ જવાય છે
ખોવાઈ જવાય છે

1 min

11.7K
આ વેદનાનાં ભારથી ખોવાઈ જવાય છે,
હવે તો રહી ગઈ વાત,
ને જિંદગી વાર્તા બની ગઈ છે.
નિકટ થવાનું રહ્યું નહિ,
ને દૂરતા જીવન બની ગઈ છે,
મળવાની તો શક્યતા સ્વપ્ન બની ગઈ છે.
આ સમયે ભાવના આમજ,
બધાની ખોવાઈ ગઈ છે,
ઉઘાડું ઘર હવે તાળું,
ક્યાંય નજરકેદ થઈ ગયું છે.
અજાણ્યો બનીને જીવીન શક્યો,
ને ખોવાઈ જવાય છે,
નગરથી દૂર જઈને,
રહેવાનાં મનસૂબા જ રહ્યાં છે.
આમ વિખરાઈ ગઈ તમામ ક્ષણો,
ને શાંતી શોધે છે,
નિરાંત થઈ કે અશાંતિની,
કોઈ પલ રહી ક્યાં છે.
વિચારતોજ રહ્યો માનવ,
વાતનો વિસ્તાર ક્યાં પમાય છે,
નામ અમર કરું એવી,
ધગશ ક્યાં હવે કળાય છે.