ખાલીપાનો શણગાર
ખાલીપાનો શણગાર
1 min
176
ખાલીપામાં ડૂબવાનું હોય છે,
એમ કરી જીવવાનું હોય છે !
ચહેરા ઉપર સ્મિત ઓઢીને,
દર્દને છૂપાવવાનું હોય છે !
ને મર્યાદાઓ તોડીને સઘળી,
ભીતર વિસ્તરવાનું હોય છે !
હાથમાં હાથ મળે તો નસીબ,
ભાગ્ય અજમાવવાનું હોય છે !
આશાઓના સહારા ઓળખ,
નિરાશાને ખંખેરવાનું હોય છે !
અશાંતિથી દૂર રાખી જાતને,
શાંતિને ઓળખવાનું હોય છે !
કલમ હાથમાં પકડીને પછી,
ખાલીપાને શણગારવાનું હોય છે !
ટોળામાં મૌન ધારણ કરીને,
સ્વ સાથે બોલવાનું હોય છે !
પરિધાનો બદલતાં બદલતાં,
કફન સુધી પહોંચવાનું હોય છે !
અહીં 'પરમ' ને પામવા માટે,
ક્ષણિક 'પાગલ' થવાનું હોય છે !
