કારણ
કારણ
તસવીર તારી અને મારી રંગ જુદા જુદા,
વિચારો તારા મારા અલગ, તકલીફ તો રહેવાની.
કારણ કે તુ રહયો જુનવાણી અને હું મોર્ડન વિચારોવાળી,
તસવીરમા ભલે સાથે પણ તકલીફ તો રહેવાની.
તારી તસવીર હસતી અને મારી તસવીર ગંભીર,
કારણ કે તુ જીંદગીને મજાક અને હું ગંભીર લઉ છું.
તું રોજ વાયદા કરે આજે આ કાર્ય પૂર્ણ કરીશ,
અને હું વગર બોલ્યે, તો તકલીફ તો રહેવાની.
તને મારી કોઈ વાત કે વસ્તુ નથી ગમતી,
કારણ હું તારી પસંદ નથી, તકલીફ તો રહેવાની.
તસવીરમા તો બાળકોની ખુશી માટે સાથે છીએ,
કારણ બાળકો જોડતી કડી છે, તકલીફ તો રહેવાની.
તસવીર સિવાય સાથે જ નથી, ભાવનાની વેદના સમજો કયાંથી ?
કારણ તું તારી વાત સાચી માને અને હું મારી તકલીફ તો રહેવાની.
