જય ગણેશ
જય ગણેશ
1 min
188
જય ગણેશ જય ગણેશ દેવા દયાળુ,
વિધ્નહર્તા દેવ ઓ ગણેશ દેવા દયાળુ,
સુંદર મુખ મનોહર અલૌકિક દીસે,
મનડું અતિ વિશાળ જોયું રે,
જય ગણેશ જય ગણેશ દેવા દયાળુ,
શુભ કાર્યોમાં યાદ કરતાં વિધ્નો દૂર થાય,
અંતરમાં અજવાળું પાથરો ઓ દેવા,
જય જય ગણેશ દેવા દયાળુ,
ભવભયજનક રિદ્ધિસિદ્ધિનાં દાતા,
શુભ લાભ સાથે ઘરમાં બિરાજતાં,
જય જય ગણેશ દેવા દયાળુ,
ભય પામુ જ્યાં ગણેશ દેવા,
ત્યાં ત્યાં કરો રખવાળુ,
જય જય ગણેશ દેવા દયાળુ,
ભાવના બસ ઝંખે નિશદિન દેવા,
જ્યાં નિરખું ત્યાં નિહાળું ઓ દેવા,
જય જય ગણેશ દેવા દયાળુ,
