જન્મદિનની ભેટ
જન્મદિનની ભેટ
1 min
185
ભક્તિનો રાહ લીધો છે કાકા,
કર્મોના લેખમાં મેખ મારી કાકા.
ધર્મના માર્ગે આગળ વધી રહ્યા,
વહેમ, અંધશ્રદ્ધા દૂર કરી રહ્યા.
મનમાં ચાલતી ચેહર મા ની માળા,
વ્યસન છોડાવી સાચાં માર્ગે વાળ્યા.
વૈભવ-વિલાસ છતાં ચેહરમય બન્યાં,
દુઃખીનાં સુખ કાજે માઈ ભકત બન્યા.
આજે આવ્યો રૂડો જન્મદિવસ આપનો
અંતરમાં હર્ષોઉલ્લાસ રૂડાં શુભેચ્છાનો.
ભટ્ટ પરિવાર ને સેવકો હરખાઈ કહે છે,
જન્મદિવસની ખુબ શુભેચ્છા દે છે.
હરખાઈ સૌ કહે ભાવનાભર્યા ભાવે,
હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે.
