STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

જિંદગીનું ભણતર ગણતર

જિંદગીનું ભણતર ગણતર

1 min
2.8K


લગ્ન પહેલાનું ભણતર ભણતા થોડી વાર જરૂર લાગે  

લગ્ન પછી જિંદગીના ગણતર જલ્દી શીખી જવાય છે

પ્રેમના પાઠોમાં અંતરાલ ઇન્તજાર વિરહ કે ગાંડપણ  

મિલન પ્રેમનો અંતિમ પડાવ જ્યાથી માર્ગ ફંટાય છે 

સખત કઠોર સવાલ જિંદગીને જવાબ માગતો સવાલ 

બાઁધ છોડ કે જિંદગીનો ઢોળાવ આ પાર કે પેલે પરનો ?

જિંદગીની ભીતરનો ઉઘાડ પીડા સુખ કે બંધન નો અનુભવ ?

સત્યની આરપારના મૂલ્યોના અણિયાળો અંત કે શુભારંભ ?

ઘર ઘાટી કે પછી માલિકી પાણાના હુકમોનું આગમન ?

ફર્જ ને અધિકાર વચ્ચેનું કર્જ અદા કરવાનું અનુશાસન ?

જિંદગીની સફરે આવતી ઉબોટો કૂદી એકધારી ગતિએ 

ત્રાજવાની ધરીએ સમતોલન જાળવી મચ્છ વેધની નિષ્ઠા


Rate this content
Log in