Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જીવનસાથી

જીવનસાથી

1 min
295


સુખદુઃખમાં હરહંમેશ સાથ નિભાવે છે જીવનસાથી,

જીવનનું મહત્વનું અંગ બનીને આવે છે જીવનસાથી,


રથના બે ચક્રવત્ હોય છે ભૂમિકા દંપતિ તણી સદા,

હમસફર બની જઈ હમકદમ મિલાવે છે જીવનસાથી,


પ્રક્ષેપ બનીને પતિનો હરમુસીબતમાં ખડે પગે રહેનારી,

આફત અબ્ધિમાં એ સાથ સદૈવ પૂરાવે છે જીવનસાથી,


પુરુષ માટે અડધું અંગ બનીને અર્ધાંગિની કહેવાય છે,

સાથ, સહકાર, સ્નેહ અર્પી સાચા ગણાવે છે જીવનસાથી,


પ્રેમ, ઔદાર્ય ને સમજશક્તિ લક્ષ્મીનારાયણ સ્વરુપ છે,

વય વીતતાં વાર્ધક્યે પણ લગ્નદિન મનાવે છે જીવનસાથી.


Rate this content
Log in