જીંદગી વાંસળી
જીંદગી વાંસળી
1 min
14.2K
એ સ્પર્શથી જ સંકોચાઈ જશે
આ લાગણી તો લજામણી છે
સઘળું જોવા છતાંય તમે જુવો
આ પ્રીતની આંખ આંધળી છે
ગોવર્ધન પર્વતને તો પૂછી જુવો
કપરી કાળિયાની આંગળી છે
બસ એ હમણાં જ આવશે હો
એક સાચી અફવા સાંભળી છે
વીંધાયા પછી જ તો સૂર પ્રગટે
જિંદગી પણ એક વાંસળી છે
ભલે ગમે એવી હોય "પરમ" પ્રીત
એક "પાગલ"પન વગર પાંગળી છે