STORYMIRROR

Shaimee Oza

Others Romance

3  

Shaimee Oza

Others Romance

જીંદગી એક બગીચો

જીંદગી એક બગીચો

1 min
677


જીવનરુપી બગીચામાં એક ફુલ ખીલાવીએ,

ચાલ એને પ્રેમ નામ આપી, મહેક પ્રેમની ઉમેરી,

સફર મજાની બનાવી, ઢાલ બની જીવન નાવ તરાવીએ,


લ્બ્સ તેને પામવા પાગલ અધીરી થઇ,

તારી પ્રેમ વિરહે તો આ લબ્સ થઇ બદનામ,

પ્રેમનું ફુલ બગીચામાં ખોવાયું આ લબ્સ,

શોધે પાગલ નયને,


લબ્સ યાદે તારી બધું ખોઇ બેઠી,

સુણે તારો સાદ તો દિલ હસે,

બગીચાના ફુલની માફક,


પ્રેમની શરુઆતમાં થઈ કેવી અવચંડાઈ,

આ બાગ નાં ફુલ ને પ્રેમ નહીં,

ફણી ફુલ નામઆપુ છું,


જેની શરુઆત છે મજાની,

તાજગી ભરી અંજામ બહુ મોત સમો,

બગીચામાં પ્રેમ ફુલ બદનામ થયું,

ને આ લબ્સ એકલતાની ચાદર ઓઢી

સદાયને માટે પોઢી જવા માગું છું,


યુવાનીના જોશથી પ્રેમની હકીકત ભુલી ગઈ

આ બાવરી તને હકીકત સમજી બેઠી,

જીવનની અંતિમ તને સફર માની બેઠી,

લબ્સ એકલતા ફુલને ઘોળી પી ગઈ મજાથી,


લબ્સ જલાવી બેઠી ખુદને તારા પ્રેમમાં

તે વાકેફ થઇ અંજામથી,

કોણ કહે કે લબ્સ ઘાયલ,

તે મુક્ત હવા માં ઉડતું પંખી છે,


લગ્નની જંજીરથી તેને બાંધો નહીં,

જીવનની હકીકત માંગે છે,

પ્રેમમાં થોડું આકાશ ઝંખું છું


Rate this content
Log in