ઝટ દોડજો
ઝટ દોડજો
1 min
148
ગોરના કૂવે બેઠાં છે ચેહર મા,
જેને દર્શન કરવા હોય એ ઝટ દોડજો,
ચેહર મારી દર્શન આપીને દુઃખ કાપશે,
પ્યાર પદવી અવિચળ આપશે,
જેવી ભાવના એવાં ફળ આપશે,
ભવોભવના કષ્ટો પલમાં કાપશે,
ધરાવજો સુખડી ને ફૂલ નહીં ને પાંખડી,
થાશે ચેહર મા ને જોઈ આંખડી,
મારી ચેહર મીઠી હૈયા કેરો ભાવ જો,
રમેશભાઈ સૌને સમાન ગણતાં જો.
