STORYMIRROR

Arjun Gadhiya

Others

3  

Arjun Gadhiya

Others

ઝરમર મેહુલ્યા

ઝરમર મેહુલ્યા

1 min
405

તમે આવોને મા'રાજ રે,

ઝરમર મેહુલ્યા,


ધરતી કરે તમને સાદ રે,

ઝરમર મેહુલ્યા,

મોરલો કરે તમને પુકાર રે,

ઝરમર મેહુલ્યા,


નદી-સરોવરને આપો પ્રાણ રે,

ઝરમર મેહુલ્યા,

લીલાં લહેર કરોને આજ રે,

ઝરમર મેહુલ્યા,


ખેતરોને આપો પાક રે,

ઝરમર મેહુલ્યા,

કુદરતનાં કરો ગીત ગાન રે,

ઝરમર મેહુલ્યા,


પુરી કરો સૌની આશ રે,

ઝરમર મેહુલ્યા,

'અર્જુન' કરશે જયકાર રે,

ઝરમર મેહુલ્યા.


Rate this content
Log in