STORYMIRROR

Darsh Chaudhari

Others

3  

Darsh Chaudhari

Others

જડતો નથી

જડતો નથી

1 min
29.9K


શબ્દો આજે કેમ સળગતાં નથી,

મારી કલમ માંથી જખમ ઝરતો નથી;


બદલાઈ ગયાં છે લોકો સાથે લાગણી પણ,

હવે નિસાસો પણ અસર કરતો નથી;


ક્યારે પાછા આવશે એવી આશ સાથે ઊભો છું,

 દુર સુધી એમનો પડઘો સંભળાતો પણ નથી;


 જોયાં હતાં બિંબ જે આયનામાં,

હવે એ આયનો પણ જડતો નથી;


સાવ ખોવાઈ ગયો છું બદલાયેલા લોકોની યાદમાં,

સ્વપ્નમાં પણ હું મુજને જડતો નથી;


Rate this content
Log in