STORYMIRROR

Drparesh Solanki

Others

4  

Drparesh Solanki

Others

હતા,

હતા,

1 min
28.1K


એક તારૂ ને બીજુ ભીતર મહી બસ,
બે જ સરનામાં હતા,
તું ને હું ભૂલી ગયા કે બારસાખે બેઉના દાવા હતા.

એકબીજાના વિરહ બેઠાછે ઓઠીગંણ દઇને આંખમાં,
પાંપણોની પંગતેથી અવસરોના આંસુ ફંટાણાં હતા.

જાતનો સહવાસ છોડી ભલે અળગા થયાતા આપણે,
રિક્ત હૈયાની દિવાલે એકબીજાના જ પડછાયા હતા.

ઝાંઝવાને ચોતરફ તાગ્યા પછી સૂની પડી જળની તરસ,
એકટીંપાથી જ વિહવળ,આપણે નેવે છલક છાંટા હતા.

એ પછી સ્મરણો કદી થીજી ગયા અંજળ બની વોલેટમાં,
સાવ ખીસ્સામાં જ ફોટાને છતાં એ જોજનો આઘા હતા.


Rate this content
Log in