STORYMIRROR

Drparesh Solanki

Others

3  

Drparesh Solanki

Others

લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરા

લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરા

1 min
27.3K


સાવકોરા આકાશમાં કાળું ડીબાંગ ઉર છાનુંને છપનું રોવે,
લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરાને પાંપણની છાલકથી ધોવે.

ખેતરનો ચાડિયો નફફટ થઇને ઉભો તે દીઆખ્ખો આમ મને ખીજવે,
લસલસતા મોલમાં છે વ્હાલનું પૂર પણ તારા વિણ કોણ હવે ભીંજવે.
ઓઢણી પર ટાકેલા મોરલાઓ ટહુકી ટહુકીને તારી વાટ આમ રોજ  રોજ જોવે.
લીલીછમ આંખ્યુંમાં રાતા...

આથમતા સુરજને સંગ સંગ આથમે છે  અંગોના વરણાગી સૂર,
વગડાનાં મારગને તાકું છું, બોલ તારો પગરવ છે કેટલો દૂર.
ખેંચી ખેંચીને સઈ ઘમ્મર વલોણું મારા હેયાના શમણાં વલોવે.
લીલીછમ આખ્યુંમાં રાતા...


Rate this content
Log in