ચોર પગલે
ચોર પગલે
1 min
27.6K
મારી અંદર બેખબર "હું" લાંગરે છે, ચોર પગલે,
જાણું પીછાણું હજી ત્યાં પાંગરે છે, ચોર પગલે.
મેં ઉતારી વસ્ત્રને ખુલ્લી કરી ને જોઈ લીધી,
જાત સાલ્લી આયનાને છાવરે છે, ચોર પગલે.
છેક જાગ્યો છું હજી છેલ્લા પ્રહરમાં ઊંઘમાંથી,
કાળતો ભવની પથારી પાથરે છે, ચોર પગલે.
ધાબળી ઓઢીને ભગવી નીકળ્યો ને કામળીમાં,
ભૂત ઈચ્છાનું તરંગી ભાંભરે છે, ચોર પગલે.
એકબે ટહુકા મુકીને ઊડી ગયું છે, ચોર પગલે,
ઝાડને પંખી ફરીથી સાંભરે છે, ચોર પગલે.
