STORYMIRROR

Drparesh Solanki

Others

3  

Drparesh Solanki

Others

બતાવી દે.

બતાવી દે.

1 min
13.6K


પીઠ પાછળના નિશાન બતાવી દે,
ને ભરોસાનું સન્માન બતાવી દે.

મૂળમાંથી છેદ મૂક કપાસીમાં,
દર્દને સાચું  નિદાન બતાવી દે.

કયાં સુધી પ્હોચે છે સાદ ભિખારીનો,
એક ભુખ્યાને અઝાન બતાવીદે.

કાજીઓ ખુદ થઇ ગયા છે ખુદા જાણે,
આંખ ખોલીને કુરાન બતાવીદે.

કોઈ ખોલે જો કલામ ગઝલનો તો,
એ પછી આખ્ખો દીવાન બતાવી દે.


साहित्याला गुण द्या
लॉग इन