રહે છે
રહે છે
1 min
13.4K
છૂટે શ્વાસ પાછળ ઈરાદા રહે છે,
ફક્ત આસુઓના દિલાશા રહે છે.
વહી જાય જળ રેત પરથી સમયનું,
ને વેરાન ખાલી કિનારા રહે છે.
ઘણી વાર એવું બને પ્રેમમાં કે,
અઢી શબ્દ સાથે નિસાસા રહે છે.
લખે જાત બાળી ગઝલને છે શકય,
શબદમાં જખમના તિખારા રહે છે.
હથેળી ધરી હૂંફ આપી શક્યાંનાં,
છબીમાં સ્વજન બસ બિચારા રહે છે.
