STORYMIRROR

Drparesh Solanki

Others

3  

Drparesh Solanki

Others

કરને ઈશ્વર

કરને ઈશ્વર

1 min
14.3K


સાવ હળવું મારુ દફતર કરને ઈશ્વર,
ભાર વિનાનું જ ભણતર કરને ઈશ્વર.

જાદુ મંતર આવડે સઘળા તને તો!
દૂર આજે મારુ નડતર કરને ઈશ્વર.

મોમને પાપ્પા લડે ત્યારે ગમેના,
સંપ રાખે એવું ઘડતર કરને ઈશ્વર.

મોય દાંડિયો અને ક્રિકેટ  જામે,
પણ બધાનું ખાતું સરભર કરને ઈશ્વર.

આટલો લાંબો પિરીયડ ના ગમે હો,
બેલ વાગે એવુ જંતર કરને ઈશ્વર.


Rate this content
Log in