STORYMIRROR

Drparesh Solanki

Others

3  

Drparesh Solanki

Others

બતાવી દે

બતાવી દે

1 min
14.5K


પીઠ પાછળના નિશાન બતાવીદે,
ને ભરોસાનું સન્માન બતાવીદે.
 
મૂળમાંથી છેદ મૂક કપાસીમાં,
દર્દને સાચું નિદાન બતાવીદે.
 
કયાં સુધી પ્હોંચેછે સાદ ભિખારીનો,
એક ભુખ્યાને અઝાન બતાવીદે.
 
કાજીઓ ખુદ થઈ ગયા છે ખુદાજાણે,
આંખ ખોલીને કુરાન બતાવીદે.
 
કોઈ ખોલે જો કલામ ગઝલનો તો,
એ પછી આખ્ખો દીવાન બતાવીદે.


Rate this content
Log in