હદયના તાંતણે
હદયના તાંતણે

1 min

204
હદયના તાંતણે બાંધ્યું એક વ્હાલ,
મન ઉજવળ ને થયું પ્રકાશિત ભાલ,
જાણે કે એક પંખી બેઠું સંતાઈને ડાળમાં,
સુરજના શેરડા બન્યા ખંજન તારા ગાલમાં,
ખુદને ખોયા પછી થયું ભાન,
મારા હદયમાંજ છે તારું સ્થાન,
શ્વાસે શ્વાસમાં તારુંજ નામ,
પ્રેમ એક તોફાનને ભીડી મેં હામ,
જોયા સપના હવે મેં જાગતી રાતમાં
મન ખોવાયું બસ તારી જ વાતમાં,
લહેરાય જાણે મન ને, હવે ના કોઈ સવાલ,
નઝરથી નજર મળીને થઇ ગઈ બબાલ,
હદયના તાંતણે બાંધ્યું એક વ્હાલ,
મન ઉજવળ ને થયું પ્રકાશિત ભાલ.