હાઈકુ
હાઈકુ
1 min
494
માણસાઈ તો
ફક્ત કહેવાની
બાકી, દેખાડો !
પડછાયામા
ખોળિયું ને આત્માનો
ક્યાં સંગાથ છે
મારો સાયબો
એ પૈસાનો દાસ છે
હું એની દાસી
હરિફાઈમા
જીતવાની તરસ
ઝંખતી રહી
મારુ જીવન
વણ કહી વેદના
કેમ વણઁવુ
