ગુલમહોર
ગુલમહોર
1 min
28.8K
મન પ્રસન્ન
સરસ શણગાર
ગુલ મહોર
મન બગીચે
ખીલે ગુલ મહોર
જીવન ખુશ
ખીલે છે જ્યારે
દુખડા હરી લે છે
ગુલ મહોર
રંગ બે રંગી
બાળ જેવુ સરસ
ગુલ મહોર
પ્રભુની યાદ
જેમ પાનખરમાં
ગુલમહોર
ઉભુ છે સામે
શણગાર સજી ને
ગુલ મહોર
નભની સામે
આંખ ઉઠાવી જોવે
ગુલ મહોર
ઠંડક આપે
બળબળતી બપોરે
ગુલ મહોર
હસતુ હોય
સ્વપ્ન માં પણ સદા
ગુલ મહોર
અડગ મન
ધીરજ નો પર્યાય
ગુલ મહોર
ગુલ મહોર
જાણે હસતુ મન
ખીલ્યા છે ફૂલ
કહુ શું તને !!
તારુ જો નામ હોત
ગુલ મહોર
