STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others Romance

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others Romance

ગુલાબી ગુલાબી ગમે છે

ગુલાબી ગુલાબી ગમે છે

1 min
882


ગુલાબી પાલવમાં, મુખડુ ગુલાબી,

ગુલાબી સાડીમાં, શોભે બદન ગુલાબી.

ગુલાબી ગુલાબી ગુલાબી ગમે છે.


ગુલાબી ચાંલ્લો, તારો લલાટ ગુલાબી,

ઝૂલ્ફોમાં વેણીને, ગોટો ગુલાબી,

ગુલાબી ગુલાબી ગુલાબી ગમે છે.


ગુલાબી ગાલ તારા, ખંજન ગુલાબી,

ઓષ્ઠની લાલી, લપકે ગુલાબી.

ગુલાબી ગુલાબી ગુલાબી ગમે છે.


ગુલાબી હથેળીને, કંકણ ગુલાબી,

પગની પાની ને નખ રે ગુલાબી.

ગુલાબી ગુલાબી ગુલાબી ગમે છે.


ગુલાબી ઠંડીને, તારી હૂંફ ગુલાબી,

નાભિ કમળની, મહેક ગુલાબી.

ગુલાબી ગુલાબી ગુલાબી ગમે છે.


ગુલાબી રે સ્પર્શ ને સ્મિત ગુલાબી,

ઉછળતી છાતીનો, સમન્દર ગુલાબી.

ગુલાબી ગુલાબી ગુલાબી ગમે છે.


Rate this content
Log in