ગુડી પડવો
ગુડી પડવો
1 min
215
આવ્યો ગુડી પડવાનો દિન રે,
ચૈત્રી નવરાત્રીનાં રૂડાં દિન રે.
આજે પહેલું નોરતું આવ્યું જો,
અનુષ્ઠાન ભાવે સૌ કરતાં જો.
ચેહર મા ભાવે રે રીઝતા જો,
ભાવના એવાં દર્શન દેતાં જો.
ચૈત્રી નવરાત્રીમાં પૂજન થાય રે,
અંતરનાં પોકારે દેવીઓ આવે રે.
નવદુર્ગા ગરબે રમવા નિકળે રે
નભમાં ગરબો એમનો ઘૂમે રે.
પહેલે નોરતે દિલથી પ્રણામ રે,
ભૂલચૂક માફ કરજો માવડી રે.
