STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

4  

Ramesh Patel (Aakashdeep)

Others

ગૃહલક્ષ્મી

ગૃહલક્ષ્મી

1 min
235

શુભ દિન શુભ ચોઘડિયે, રૂડાં મંગલ ગીત ગવાયાં

સોળે શણગારે શોભે ગૃહલક્ષ્મી, મઘમઘ ફૂલે ફોરમ વર્તાયાં,


સંગ તમારે રણકે ઝાંઝર, ઉરને ગૂંથજો લઈ રેશમ દોરો

મહિયરથી સવાયો મહેકાવજો, આંગણ તુલસી ક્યારો,


હેત સોગઠે રમશું નણંદ ભોજાઈ, ઝીલજો પ્રીતડિયું પાલવડે

કુમકુમ પગલે વેરજો, હાસ્ય મોતીડાં મંગલ દીવડે,


છાનું -છપનું સંગીત ગૂંજે, હસી શમણાં ગૃહલક્ષ્મીનાં

લાડ દીકરીનાં દેશું તમને, કોડ કેસરિયા તમ વાલમના,


રિધ્ધિ- સિધ્ધિ હો કૃપાવંત, દિવ્ય પ્રેમનાં બંધન ન્યારાં

રૂડા દીપાવજો અવસર ગૃહે, ગુલાબી ગાલે ખંજન પ્યારાં


હસશે રમશે પગલાં પાડી, સ્નેહ કુંજનો દુલારો

સપ્તરંગી સથવારે દીપશે, આશ મહેલનો મિનારો,


સપ્તપદી છે જીવન માંગલ્ય, સૌભાગ્ય ચાંદલો સોહે ભાલે

આવો મારા ભાઈની ગોરી, આજ રમીએ રાસે વ્હાલે.


Rate this content
Log in