STORYMIRROR

Masum Modasvi

Others Inspirational Abstract

2  

Masum Modasvi

Others Inspirational Abstract

ગઝલ

ગઝલ

2 mins
13.7K


તેની જબાને હેતના ભાવો અપાર છે,

લાધી નજરને આજ તો ભીની સવાર છે.

જન્મો જનમની ચાહના છલકી રહી બધી,

મનને હ્રદયને ભીંજતી મ્હેકી બહાર છે.

ખોટી સમજના કારણે દુરી વધી હતી,

ટૂટ્યા ભરમને ભાંગતી સાંધી દરાર છે.

શબ્દો સરીને આવતા ભાવો નવા ધરી,

બદલી રહેલી સોચના નવલા વિચાર છે.

ટૂટી ગયેલી ઝાડની ડાળી હરીભરી,

નોખો ચમનની રંગતે આવ્યો નિખાર છે.

અરખા પડીને આંખને કણ ખુંચતા હતા,

વિખરી ભરમની ભ્રમણા ઢળતો ગુબાર છે.

માસૂમ સમયના કેટલાં તીખા જખમ હતાં, 

કિંતુ વફાના તાંતણે ઘટતો પ્રહાર છે.


Rate this content
Log in