ગીરનાર
ગીરનાર
1 min
1.2K
એક એક મળી અનેક વિકસ્યા, પહાડોના ઝૂંડ આ,
ગીરનારની શોભા ન્યારી, દત્તગુરૂ દેવનો વાસ અહીં
લીલી જાજમ પાથરી અહીં બધે, એવી દીસે રમ્યતા,
ગીરનારમાં શોભતા શૃગો બધા ગિરિતણા અહીં.
ધુમ્મસે આ ધૂંધળા રવિ કિરણની શી દિસે ભવ્યતા,
થાતાં દ્રશ્ય અદ્રશ્યને વિરમતાં જોતી ક્ષિતિજે અહીં.
જે અદ્ધૈત બની જ દ્ધૈત વિકસ્યું ને વિસ્તર્યુ છે બધે,
જેનો સૌ મોટા મુનિવર કદી નવ પાર પામી શકે અહીં.
જે તેજોમય દિવ્ય સ્ત્રોત વહેતો અવિરત ગિરનારમાં,
દિવ્યાનંદ મહી સદા પરિણમી આકર્ષતો ગીરનાર અહીં.
