STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

ઘૂમે ગરબો ગુજરાત…

ઘૂમે ગરબો ગુજરાત…

1 min
355

ઘૂમે ગરબો ગુજરાત… ઢોલીડા…ઢોલીડા…

ધબકે માઝમ રાત(૨)

શોભે નવલા નોરતાની રાત(૨)

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત


આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)

કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨) 

એકતાલી, બે તાલી, દેજો રે સાથ તાલી(૨)

કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)

શોભે નવલા નોરતાની રાતઘમ્મર ઘૂઘરીઓ

ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત


આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)

કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨) 

એક તાલી, બે તાલી દેજો રે સાથ તાલી(૨)

કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)

શોભે નવલા નોરતાની રાત ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…

ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત


આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)

કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨) 

શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)

ધબકેછે ઢોલને ભક્તિની હેલ

કે ગરબે... કે ગરબે ઘૂમે બહૂચરમાત

કે ગરબે... કે ગરબે ઘૂમે ઉમીયામાત

કે ગરબે... ઘૂમે આશાપુરીમાત


ઝમકે ઝાંઝરનો ઝમકાર,

શોભે નવલાં નોરતાની રાતઘમ્મર ઘૂઘરીઓ

ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)

કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)


Rate this content
Log in