ઘડપણ
ઘડપણ
1 min
430
વાત છે ધૂંધળી આંખે,
દુનિયા જોવાની,
અનુભવ નીતરતી નજર,
ભેદ જાણે ખરાં ખોટાનો,
સહદેવ સમાં એહસાસ
ના કહી શકાય ના સહી શકાય,
ચહેરા પરની કરચલીઓ,
એક એક કહાની બતાવે,
સુજબુઝ ને ધૈર્યના સથવારે,
કેટલાય તોફાનો સમી ગયા,
નર્મ મુલાયમ સ્પર્શ,
હૈયે ધરપત આપે,
સુંવાળું આલિંગન
હુંફ ની ઓથમાં રાખે,
વાર્તા પરીઓના દેશની,
સફર કરાવે,
અરે આ બધું ક્યાં મળવાનું,
સાથે રહેતા દાદા નાના
દાદી નાનીની હાજરીમાં
પાંગરતા સંસ્કાર,
પાંગરતું જીવન
ઘડપણ જ્યાં ધબકે છે
જીવન ત્યાંજ તો પાંગરે છે.
