ઘડિયાળના કાંટે
ઘડિયાળના કાંટે
1 min
249
પળ પળના ધબકારા,
ગણાય છે ઘડિયાળના કાંટે,
ઈચ્છાઓ બની સ્વપ્નમાં,
વહે છે ઘડિયાળના કાંટે.
મોબાઈલની દિવાની છે દુનિયા,
સંબંધો થયા ઘડિયાળના કાંટે,
અજંપાભરી વિચિત્ર દુનિયામાં,
કપરા ચઢાણ ઘડિયાળના કાંટે.
સ્વાર્થના ટાંકણે ઘડતર થયું છે,
મુકાબલો થાય ઘડિયાળના કાંટે,
"પ્રણવની કલમ" ને સાંપડ્યો છે,
સાથ ઘડિયાળના કાંટે.
