STORYMIRROR

Author Sukavya

Others

3  

Author Sukavya

Others

ગામડેથી શહેર

ગામડેથી શહેર

1 min
28.5K


ઘડપણ છૂટયું ગામડે,

સાફે ગૂંથાયુ સગપણ

આ તો છે શહેર, વ્હાલા આ તો છે શહેર,


પ્રેમ,પ્રિત છૂટી ગામડે,

લાગણી વહેચાયી સોનાના ભાવે,

આ તો છે શહેર, વ્હાલા આ તો છે શહેર,


સંતાકૂકડી ને થપ્પો રમાયો ગામડે,

અહિયાં રમાય છે મોબાઇલ ની રમત,

આ તો છે શહેર, વ્હાલા આ તો છે શહેર,


હાસ્ય ભૂલાયું ભાગોળે અને,

જૂઠું વેચાણુ હજારે

આ તો છે શહેર, વ્હાલા આ તો છે શહેર,


ધૈર્ય અને પ્રેમનો જમાનો ગયો ગામડે,

અહિયા છે દેખાવને ચાહનારો ડગલે પગલે,

આ તો છે શહેર, વ્હાલા આ તો છે શહેર,


ઓળખાયો ત્યાં માણસ સ્વભાવે,

અહી ઓળખાયો કપડે,

આ તો છે શહેર, વ્હાલા આ તો છે શહેર.


Rate this content
Log in