એવી રૂડી જાતર
એવી રૂડી જાતર
1 min
131
એવી રૂડી જાતરની આવી છે રાત,
વિધવિધ ભૂવાઓ ધૂણે આખી રાત,
એવાં ગોરના કૂવે હાજરાહજુર મા,
હાકટો ને રેગડી સાથે રમે દેવી મા,
એવાં ચેહર મા કરાવે લીલા લહેર,
મનનાં ઓરતા પૂરીને કરાવે લહેર,
ભાવના એવી ચેહરની રૂડી જાતર,
એવાં ફૂલનાં ઢગલાં થાય એ જાતર,
સવારે ફૂલેકું મા નું થાય ને નૈવેદ્ય થાય,
એવો મા ને થાળ ગવાય ને કોરી થાય.
