એવાં ગુરુદેવ
એવાં ગુરુદેવ
1 min
196
એવાં ગુરુદેવ અજ્ઞાન દૂર કરે રે,
ગુરુ વિના દરબદર ભટકતાં રે.
અંધારે અજવાસ બતાવે રે,
ભવરણમાથી પાર ઉતારે રે;
એવાં સમર્થ ગુરુ છે.
સાર વિહોણા આ સંસારમાં,
ભાવના ગુરુ શરણું એક સાચું છે;
એવાં ગુરુદેવ કલ્યાણકારી છે.
દુવા થકી દુઃખ દૂર કરે,
ભૂલો ભૂલી ,સાચો રાહ બતાવે છે
એવાં ગુરુદેવ ક્ષમાવાન છે.
અંતરમાં જયોતિ પ્રગટાવે રે,
ઈશ્વરની નજીક પહોચાડે રે;
એવાં ગુરુ ભક્તિ માર્ગ દેખાડે રે.
