એવાં બેઠાં માવડી
એવાં બેઠાં માવડી
1 min
219
એવાં બેઠાં ચેહર માવડી ગોરના કુવે રે,
એમની ડાબે જમણે ગણેશજી ને બહુચરાજી શોભે રે.
એવાં ગોરના કુવે ચેહર માડી રે,
જોડે ભોળા મહાદેવ શોભે રે.
સાથે સાઈ બાબા રૂડાં બેઠાં રે,
જોડે શનિ મહારાજ, હનુમાનજી રે.
એવાં માઈ ભકત રમેશભાઈ ચેહર માને ભજે રે,
સેવકો હોંશે હોંશે દર્શન કરવા આવે રે.
ભાવના એવાં ફળ મળતાં રે,
શ્રધ્ધા કેરો દીપક પ્રગટ્યો રે.
અહીં આસો આઠમ ને વસંતપંચમી ઉત્સવ ઉજવાય છે,
માનવ મહેરામણ ઊમટી પડતાં રે.
