STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એમ ભજું ચેહર મા

એમ ભજું ચેહર મા

1 min
11.6K

મારું ચાલે તો એમ ભજુ ચેહર મા,

સેવકોને પણ સલામ કરું ચેહર મા.


પોતાનું જે થાય તે બીજા માટે પ્રેરણા બનું ચેહર મા,

આ જીવન માનવ જીવનની સેવામાં અર્પણ કરું મા.


પૂજામાં જ વિતે છે વખત એવું ભજું ચેહર મા,

બીજુંતો કંઈ નહીં પણ શ્વાસે શ્વાસે રટણ કરું ચેહર મા.


દિલની ભાવનાઓથી આર્તનાદ કરું ચેહર મા,

યજ્ઞ, ધૂપ નહીં પણ અંતરથી પોકાર કરું ચેહર મા.


શાન ભાન ભૂલીને આશા ભર્યા આવ્યા ચેહર મા,

આવીને તારાં ચરણોમાં શીશ ઝૂકાવ્યું ચેહર મા.


પ્રેમ પારસમણી થકી પોકાર પાડું ચેહર મા,

એવાં ગાંડાઘેલા ભાવથી ભજું તને ચેહર મા.


Rate this content
Log in