*એકલતા*
*એકલતા*
1 min
448
એકલતા એટલે,
વ્યક્તિ કે વસ્તુનો અભાવ.
એક એવા વ્યક્તિનો વિરહ,
જે આપણી અંદર સતત જીવતી હોય છે,
છતાંય એ મળવી નામુમકીન હોય છે,
કલ્પનાઓમાં જેની સાથે જીવી શકાય,
પણ વાસ્તવિકતા કે,
એની કોઈ હયાતી જ ના હોય
અને છતાંય એ આપણી યાદોમાં રહે.
બધું હોવા છતાંય એના વગર,
એકલતા લાગે, કોઈ ખોટ સાલે,
ત્યારે એકલતા બહું લાગે છે.
