એકડે થી દસ
એકડે થી દસ
1 min
188
૧ એકડો આગળ આગળ દોડતો જાય
૨ બગડો પાછળ બબડાટ કરતો જાય.
૩ આ જોઈ ત્રગડો ત્રાંસો થાય
૪ ચોગડો ચારેકોર ફેલાય,
૫ પાંચડો પંચમ પરમેશ્વર કહેવાય
૬ છગડો છડી પોકારતો જાય,
૭ સાતડો સંતાકૂકડી રમતો જાય
૮ આઠડો આ જોઈ આઘો નાઠો જાય,
૯ નવડો સૌની ભાવના નિભાવી જાય
૧૦ દસડો કહે એકડ મીંડે દસ, હવે તમે સૌ કરો બસ.
