એક તું જ
એક તું જ
1 min
289
એક તું જ આધાર, એક તું સહારો છે,
એક તું જ સર્વસ્વ, તું જ જિંદગી છે,
મહેરબાની તારી મા પંગુ પર્વત ચઢે છે,
ખૂબ ઊંચી મારાં ચેહર મા ની મેડી છે,
જાતર તારી મા રંગે ચંગે જ થાય છે,
શેરડીનાં શાઠા રોપાય ને ભૂવા ધૂણે છે,
સાવ સૂનું લાગે સુખડી વગર મંદિર મા,
મા એટલે જ સુખડીનાં થાળ ધરાવે છે,
ગોરના કૂવે અખંડ જ્યોત ઝળહળે છે,
ભાવના તારી કૃપા થકી જ લખી શકે છે.
